આજના સમયમાં ઋતુમાં બદલાવ, રહેણી-કરણી અને ઠંડા પદાર્થોનું સેવન કરવાના લીધે મોટાભાગના લોકો બંધ નાક કે શરદીની સમસ્યાથી પરેશાન છે. કેટલાય લોકોની એવી ફરિયાદ છે કે અનેક પ્રયત્નો કરવા છતાં નાક ખુલતું નથી. તો હવે ગભરાવાની જરૂર નથી કારણ કે એક્યુપ્રેશર પોઇન્ટ દ્વારા બંધ નાક ખોલી શકાય છે. એક્યુપ્રેશર એ ચીનની એક પ્રાચીન ટેકનીક છે જે આ દિવસોમાં ઘણી લોકપ્રિય બની રહી છે. આના દ્વારા શરીરમાં કેટલાક ખાસ બિંદુઓ પર દબાણ આપવામાં આવે છે, જેનાથી શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે. સાઇનસ ના દર્દીઓ બંધ નાક ની સમસ્યા થી વધુ પીડિત હોય છે.
નાક બંધ હોય તો શ્વાસ લેવામાં ઘણીજ તકલીફ પડે છે. વિશેષરૂપે સાયનસ નો એટેક આવવાથી નાક બંધ થવાની સમસ્યા વધી જાય છે. એવામાં કેટલાક ઘરેલુ ઉપચાર દ્વારા તમે બંધ નાક ની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. બંધ નાક ખોલવામાં એક્યુપ્રેશર પોઇન્ટ દબાવાથી જલ્દી આરામ મળે છે. આજે અમે તમને એવા પોઈન્ટ વિશે જણાવીશું જેના દ્વારા બંધ નાક ખોલવા માં સરળતા રહે. આવો જાણીએ એક્યુપ્રેશર અને તેને દબાવવાની રીત વિશે.
1. Ll20:- એક્યુપ્રેશર પોઇન્ટ નાકની બંને તરફના આધાર પાસે આવેલો હોય છે. આ ભાગ ને દબાવાથી તમને ઘણી રાહત થશે. તેના સિવાય આ પોઇન્ટ દબાવાથી બંધ નાક, સાઇનસ અને નાકમાં કફના ભરાવની સમસ્યાથી રાહત મળે છે. જ્યાં તમારું નાક ગાલ થી જોડાય છે તે ભાગ LI20 પોઇન્ટ હોય છે. આ નાકની બંને તરફ હોય છે. આ પોઇન્ટ ને દબાવવા માટે તમારી આંગળીનો ઉપયોગ કરો. હળવાશ થી આંગળી દ્વારા ધીરે ધીરે આ ભાગને થોડી મિનિટો સુધી દબાવો. તેનાથી તમને ઘણી રાહત મળશે.
2. BL2:- એક્યુપ્રેશર પોઈન્ટ તમારા નાક ના પુલ અને આઇબ્રો ની અંદર ના ભાગમાં વચ્ચે સ્થિત હોય છે. સાઇનસ અને બંધ નાક ની સમસ્યા દૂર કરવા માટે આ પોઇન્ટ દબાવી શકાય છે. આનાથી ઘણી રાહત થાય છે. આ પોઇન્ટ્સને દબાવવા માટે તમારા બંને હાથનો ઉપયોગ કરતા તમારી તર્જની આંગળીને તમારા નાક ના પુલ ઉપર રાખો. ત્યારબાદ આંગળીઓ ને તમારી આઇબ્રો અને નાકની વચ્ચે સ્થિત જગ્યા પર લઈ જાઓ. આ પોઇન્ટ દબાવતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે ત્યાં હાડકાંની મજબૂતી નો અહેસાસ થાય છે. આ જગ્યા પર તમારી આંગળીઓ થોડીવાર માટે રહેવા દેવી.
3. GV24.5:- એક્યુપ્રેશર પોઈન્ટ ને યિંટાંગ નામથી પણ ઓળખાય છે. આ પોઇન્ટ દબાવાથી દદડતું નાક અને કફથી ભરેલાં નાક ની સમસ્યાથી આરામ થાય છે. સાથે જ આ સાઇનસથી થતા દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. આ આઇબ્રો ની વચ્ચે સ્થિત હોય છે. આ માત્ર એક જ એક્યુપ્રેશર પોઇન્ટ છે. કેટલાક લોકો આને ત્રીજુ નેત્ર બિંદુ પણ કહે છે. આ પોઇન્ટ ને દબાવવા માટે તમારી આઇબ્રો ની વચ્ચે એક કે બે આંગળી રાખો. તમારા નાક ની ઉપરના પુલની બિલકુલ ઉપરની જગ્યા શોધો, જ્યાં તમારું નાક કપાળ થી જોડાયેલું હોય. તે જગ્યા પર તમારી આંગળી રાખો. હવે આ પોઇન્ટ ને થોડી મિનીટ સુધી સારી રીતે દબાવો. આનાથી તમને ઘણો આરામ મળશે.
4. SI18:- આ પોઇન્ટને દબાવવાથી બંધ નાક, સાયનસ અને દદડતા નાક ની સમસ્યામાં રાહત મળે છે. SI18 પોઇન્ટ તમારા નાક ના બંને તરફ ગાલના હાડકા ની બિલકુલ નીચે સ્થિત હોય છે. આ પોઇન્ટ ને શોધવા માટે સૌથી પહેલા તમારી તર્જની આંગળી ને બંને હાથથી આંખની બાહ્ય કિનારી પર રાખો. હવે પોતાની આંગળીઓ ને ત્યાં સુધી નીચે ખસાવો કે જ્યાં સુધી તમે તમારા ગાલના હાડકા ના નીચેના ભાગને મહેસૂસ ન કરો. આ પોઇન્ટ તમારા નાક ની નીચેના કિનારાની સાથે સમતળ હોવો જોઈએ.
આ પોઇન્ટને થોડી મિનિટો સુધી દબાવવાથી ઘણી રાહત થશે. બંધ નાક ની સમસ્યાને દૂર કરવા માટે તમે આ એક્યુપ્રેશર પોઈન્ટ ને અજમાવી શકો છો. આનાથી તમને અનેક સમસ્યાઓમાંથી છુટકારો મળશે અને તૈયારી માં રાહત થશે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay