અસંતુલિત ખાણીપીણી અને અવ્યવસ્થિત જીવનશૈલીના કારણે આજના સમયમાં પાચનને લગતી સમસ્યા ઓછી ઉંમર ના લોકો માં પણ જોવા મળે છે. આ સમસ્યાથી બચવા માટે એક્સપર્ટ હમેંશા સંતુલિત ભોજન અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની સલાહ આપે છે. પાચન સંબંધિત આ સમસ્યામાં એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાથી ખૂબ જ ફાયદો થાય છે. આના દ્વારા શરીરમાં કેટલાક ખાસ બિંદુઓ પર દબાણ આપવામાં આવે છે, જેનાથી શરીર પર સકારાત્મક અસર જોવા મળે છે. પાચનતંત્રને મજબૂત કરવા અને કબજિયાત, અપચા જેવી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે એક્યુપ્રેશરનો સહારો લઇ શકો છો. જાણો શરીરમાં હાજર એક્યુપ્રેશર પોઈન્ટ વિશે.
એક્યુપ્રેશર પોઇન્ટ દબાવાથી શરીરમાં ઉર્જાનો પ્રવાહ ઉત્પન્ન થાય છે. અહીંયા જણાવ્યા પ્રમાણે પોઇન્ટ દબાવાથી પાચનમાં સુધારો થાય અને પાચનતંત્ર સંબંધિત અનેક ગંભીર સમસ્યાઓ દૂર કરી શકાય છે. આપણા શરીરમાં ભોજન, કાર્ય અને આરામ આ ત્રણેય મુખ્ય ભૂમિકા ભજવે છે. જ્યારે શરીરમાં કુદરતી નિયમોનો ભંગ થાય છે ત્યારે શરીરમાં ઝેરીલા પદાર્થો એકત્રિત થઈ જાય છે, જે શરીરને અનેક રોગોથી ગ્રસિત કરી દે છે. આવી સ્થિતિમાં એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા અપચો, સોજો,એસિડ રિફલક્સ, કબજિયાત અને દુખાવો વગેરે દૂર કરી શકાય છે.
એક્યુપ્રેશર દ્વારા દૂર કરો પાચનથી જોડાયેલી સમસ્યાઓ:- એક્યુપ્રેશર પોઈન્ટ આપણા શરીરમાં હાજર હોય છે. આને દબાવવાથી કેટલાય પ્રકારની બિમારીઓને દૂર કરી શકાય છે. તમારા શરીરમાં પાચનતંત્ર સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા અને પાચનતંત્રને મજબૂત બનાવવા માટે એક્યુપ્રેશર પોઈન્ટ નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેને દબાવવાથી ફાયદો થાય છે. એક્યુપ્રેસર પોઇન્ટ થી કોઈ પણ બીમારીનો ઈલાજ કરી શકાય છે અને આ ટેક્નિક કઈ નવી નથી કેટલાય વર્ષો જૂની છે.
તમે પાચનતંત્ર સંબંધિત સમસ્યાથી પીડિત હોવ તો એક્યુપ્રેશર પોઇન્ટની મદદ થી તેનો ઉપચાર કરી શકો છો. આપણા શરીરમાં હાજર એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવાથી કબજીયાતની સમસ્યા, અપચો, પેટમાં ગેસ બનવાની સમસ્યા, બ્લોટિંગ, એસીડીટી વગેરે સમસ્યાઓમાં ફાયદો થાય છે.
પગ ના તળિયા માં હાજર એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ પગના તળિયામાં અંગૂઠા અને આંગળીની વચ્ચે નીચેની તરફ અંગુઠાની ગોળાઈ ની પાસે હાજર હોય છે. પાચનતંત્રને મજબૂત કરવા માટે અને કબજીયાતની સમસ્યાને દૂર કરવા માટે તમે પગ ના તળિયા માં હાજર એક્યુપ્રેશર પોઈન્ટ ને દબાવી ને રાહત મેળવી શકો છો. આ પોઇન્ટને બે મિનિટ સુધી દબાવવાનું હોય છે. આ પોઇન્ટને બે મિનિટ સુધી લગભગ પાંચથી આઠ વાર દબાવવાથી તમને પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યાથી છુટકારો મળે છે.
હથેળીમાં હાજર એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ તમારી હથેળી તરફ અંગૂઠાની નીચેના ભાગમાં તર્જની આંગળી ની પાસે હાજર હોય છે. તમારી હથેળીમાં હાજર આ એક્યુપ્રેશર પોઈન્ટ ને દબાવીને પેટની કેટલાય પ્રકારની સમસ્યાઓમાં ફાયદો થાય છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આ પોઇન્ટ પર અંગૂઠાની મદદથી તમે બેથી ત્રણ મિનિટ સુધી દબાવ આપો. તેનાથી ગેસની સમસ્યામાં તૈયારીમાં રાહત થાય છે અને બ્લોટિંગની સમસ્યા પણ દૂર થાય છે.
ઘૂંટણની નીચે હાજર એક્યુપ્રેશર પોઈન્ટ:- ઘૂંટણની લગભગ ૩ ઈંચ નીચે બહારની તરફ એક્યુપ્રેશર પોઈન્ટ હાજર હોય છે. જેને દબાવવાથી પેટની સમસ્યાઓ દૂર કરી શકાય છે. અને પાચનતંત્ર મજબૂત બને છે. આ પોઇન્ટ દબાવવાની જગ્યા પર હાથની આંગળીઓ નો ઉપયોગ કરીને ગોળ ગોળ મસાજ કરવામાં આવે છે. આનાથી પેટમાં ગેસ, અપચો અને એસીડીટી તથા પેટના દુખાવા જેવી સમસ્યાઓમાં ખૂબ જ આરામ થાય છે
પેટની સમસ્યાઓને દૂર કરવા માટે અને પાચનતંત્રને મજબૂત કરવા માટે એક્યુપ્રેશર પોઇન્ટ દબાવતી આ વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમને આ પોઇન્ટ દબાવતી વખતે માથું ભારે લાગે અથવા દુઃખાવો મહેસુસ થઇ રહ્યો હોય તો થોડા સમય પછી એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવા જોઈએ. નિષ્ણાતો પ્રમાણે એક્યુપ્રેશર પોઈન્ટ દબાવવા માટે સ્ટીલ કે લાકડીને જિમી નો ઉપયોગ કરવો જોઈએ. નિષ્ણાંતો પ્રમાણે એક્યુપ્રેશર નો ઉપચાર શરૂ કરતાં પહેલાં એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.