આજની જીવનશૈલી અને ખાણીપીણી આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. સમય રહેતા આ સમસ્યાઓનું નિવારણ કરવામાં ન આવે તો ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. આવી સમસ્યાઓમાં એક પાઇલ્સ (બવાસીર)ની સમસ્યા છે. કેટલાય લોકો આજના સમયમાં પાઇલ્સ ની સમસ્યાથી પીડિત છે. અને તેઓ એવો કોઈ ઠોસ ઈલાજ શોધે છે કે જેનાથી આ સમસ્યા સરળતાથી ઠીક થઈ જાય. પાઇલ્સ એ એક ગંભીર બીમારી છે, જે ગુદામાર્ગ અને ગુદા માં હાજર રક્તવાહિનીઓમાં સોજાના કારણે થાય છે. અને મસા બની જાય છે. આના કારણે દર્દીને ઊઠવામાં બેસવામાં અને દૈનિક ક્રિયાઓમાં મુશ્કેલી ઊભી થાય છે. અને અત્યંત દુખાવા નો સામનો કરવો પડે છે. પાઇલ્સની સમસ્યાનો ઇલાજ અનેક પ્રકારે કરી શકાય છે. આનો ઇલાજ તમે ઘરે જ કરી શકો છો. એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીને તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આજે આ લેખ દ્વારા અમે તમને પાઇલ્સ માટે એક્યુપ્રેશર પોઈન્ટ વિશે જણાવીશું.
પાઇલ્સ માટે એક્યુપ્રેશર પોઈન્ટ:- એક્યુપ્રેશર પોઈન્ટ બવાસીરની સમસ્યા માં એકદમ અસરકારક ઈલાજ છે. બવાસીરની સમસ્યા દૂર કરવા માટે તમે એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા રાહત મેળવી શકો છો. આ વૈકલ્પિક ઉપચારો માંથી એક છે. આવો તેના વિશે વિસ્તારથી જાણીએ.
1. UB 57 એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ ક્યાં આવેલો હોય છે – UB 57 પ્રેશર પોઈન્ટ પગની પાછળ મધ્ય રેખા પર અને પેટના ગેસ્ટ્રોકનેમિયસ માસપેશીની નીચે સ્થિત હોય છે. એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા તમે પાઇલ્સ ની સમસ્યા દૂર કરી શકો છો. તેના સિવાય બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવવા માટે તમે આ પોઇન્ટને નિયમિત રૂપે દબાવી શકો છો. બીજી અન્ય સમસ્યાઓ જેવી કે બ્લડ સર્ક્યુલેશનને સારુ બનાવવું, કબજિયાત, પીઠમાં દુખાવો, પગમાં દુખાવો વગેરેમાં એક્યુપ્રેશર પોઇન્ટ દબાવાથી રાહત મળે છે. સાથે જ પાઇલ્સની સમસ્યાઓ ને દૂર કરવામાં અત્યંત મદદરૂપ બને છે.
2. UB 60 એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ ક્યાં આવેલો હોય છે – પગની બહાર મૈલેલસ ની પાછળ હોય છે. એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા પાઇલ્સ ની સમસ્યાનો ઇલાજ કરી શકાય છે. તમે પાઇલ્સની સમસ્યાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો થોડા સમય માટે એક્યુપ્રેસર પોઇન્ટ ને દબાવો. તેનાથી તમને ઘણો જ આરામ થશે. આના સિવાય એક્યુપ્રેશર પોઈન્ટ દ્વારા બીજી અન્ય સમસ્યાઓમાં પણ રાહત મેળવી શકાય છે. જેમકે પીઠનો દુખાવો, આંખોમાં ધૂંધળાપણું માથાનો દુખાવો, સાઈટીકા (રાંઝણ), ગરદન જકડાઈ જવી વગેરેમાં રાહત થાય છે.
3. SP 6 એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ ક્યાં આવેલો હોય છે – પગના અંદરના ભાગમાં આ પોઈન્ટ સ્થિત હોય છે. પાઈલ્સ ની સમસ્યામાં રાહત મેળવવા માટે તમે આ પોઇન્ટને દબાવી શકો છો આ સિવાય આ પોઇન્ટ દબાવાથી અન્ય સમસ્યાઓ જેવી કે ડાયરિયા, અનિયમિત માસિક, પેટની સમસ્યા, નસોમાં દુખાવો દૂર કરવામાં અસરકારક છે. પાઇલ્સ ની સમસ્યા દૂર કરવા પગના અંદરના ભાગમાં એડી પરની ચાર આંગળીઓ નીચે હળવેથી પ્રેશર કરો અને એક મિનિટ સુધી દબાવી રાખો. આવું વારંવાર કરવાથી પાઇલ્સની સમસ્યાથી રાહત મળે છે.
4. SP 8 એક્યુપ્રેશર પોઈન્ટ:- આ પોઇન્ટ ક્યાં આવેલો હોય છે – આ પોઇન્ટ પગની આગળના ભાગમાં થોડો નીચે સ્થિત હોય છે. આ પોઇન્ટને નિયમિત રૂપે દબાવવાથી પાઈલ્સની સમસ્યામાં રાહત મળે છે. આનાથી પેટની સમસ્યા ગર્ભાશયમાં કળતર, પેશાબમાં મુશ્કેલી, એડીમાં જેવી સમસ્યાઓમાં લાભદાયી છે. આ પોઇન્ટ દબાવાથી માત્ર પાઇલ્સની જ સમસ્યા દૂર નથી થતી પરંતુ બીજી અન્ય સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. પાઇલ્સની સમસ્યાઓ દૂર કરવા માટે આ બધા જ પોઇન્ટ તમારા માટે લાભકારી બની શકે છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમે પોતે એક્યુપ્રેશર પોઇન્ટ ન કરી શકતા હોવ તો કોઇ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.