આજના ખાનપાન અને જીવનશૈલીને કારણે આપણે અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈએ છીએ. આજકાલ સાંધાના દુખાવાથી વૃદ્ધો થી લઈને જવાનો પણ પીડાય છે. આપણી રહેણીકરણી અને ખાણીપીણી થી સાંધાનો દુખાવો થાય છે. આવી સ્થિતિમાં આપણે ચાલવામાં પણ ખૂબ જ મુશ્કેલી અનુભવીએ છીએ.
સાંધાના દુખાવામાં લગભગ એવું જોવા મળે છે કે સાંધામાં સોજો, લાલાશ અને બીજી સમસ્યાઓ પણ ઉભી થાય છે. એવામાં તમારે આ સમસ્યા ના નિવારણ માટે આપણી આસપાસ થી જ મળી રહેતી કુદરતી સંપત્તિ જ પર્યાપ્ત છે. આજે આપણે સાંધાના દુખાવાને દૂર કરવામાં અસરકારક એવા આંકડા ના પાનના ઉપયોગ વિશે જાણીશું.
જાણકારોનું કહેવું છે કે આંકડા ના પાન માં એવા ગુણો ઉપલબ્ધ હોય છે જે સાંધાના દુખાવામાં આરામ આપે છે. એટલું જ નહીં આ સાંધામાં સોજો અને બળતરા થી પણ રાહત આપવામાં અસરકારક છે. લોકો આને એક આયુર્વેદિક અને ઘરેલુ ઉપચાર રૂપે જાણે છે. અને તેનો ઉપયોગ કરે છે. તેના ઉપયોગથી કોઈ આડ અસર પણ નથી થતી. આ શરીર માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.
સાંધાના દુખાવામાં લાભદાયક આંકડા ના પાન:- તમને જણાવીએ કે આ આંકડા ના પાન સાંધાના દુખાવા સાથે બીજી અન્ય સમસ્યાઓમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. એવામાં આવો જાણીએ કે આનો ઉપયોગ કયા કયા રૂપે કરી શકાય છે.
આકડાના પાન નું પાણી:- આંકડાનાં પાનને ગરમ પાણીમાં નાખીને ઉપયોગ કરી શકાય છે. તેના માટે તમારે કેટલાક આંકડાનાં પાનને થોડા સમય માટે ગરમ પાણીમાં નાખી રાખવાના છે. ત્યારબાદ તેમાં થોડુ મીઠું, અજમો અને વરિયાળી નાંખીને સરસ રીતે ઉકાળી લો. ત્યારબાદ ઉકાળેલા પાણીને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. તેનાથી તમારા સાંધાના દુખાવામાં અત્યંત રાહત મળશે. તેની સાથે સાથે બીજી કોઈ સમસ્યાથી પણ છુટકારો મળશે.
આંકડા ના પાનનો લેપ:- આંકડા ના પાનનો તમે લેપ ની રીતે પણ ઉપયોગ કરી શકો છો. તેનો લેપ ખૂબ જ સરળ રીતે તૈયાર થઈ જાય છે. તેના માટે સૌથી પહેલાં તમે આંકડાનાં પાનને પીસી લો અને ત્યારબાદ તેને અસરગ્રસ્ત જગ્યા પર લગાવો. ત્યારબાદ જ્યાં લેપ લગાવ્યો છે તેને કપડાથી ઢાંકી લો. આમ કરવાથી તમને થોડીક જ વારમાં આરામ થશે.
આંકડા ની પટ્ટી:- સાંધાના દુખાવામાં આંકડા ના પાન ખૂબ જ ગુણકારી સાબિત થાય છે. આનો તમે પટ્ટી ની રીતે પણ ઉપયોગ કરી શકો છો. આંકડાના પાનને પટ્ટી ની રીતે ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમારે અસરગ્રસ્ત જગ્યા પર થોડીક હળદર અને સરસવનું તેલ લગાવવાનું રહેશે. ત્યારબાદ તે જગ્યા પર આંકડાનાં પાનને મૂકીને સુતરાઉ કાપડથી બાંધી દેવું. આમ કરવાથી તમને જલ્દી રાહત થયાનો અહેસાસ થશે.
આ લેખ સામાન્ય જાણકારી માટે આપવામાં આવેલો છે. આ કોઈપણ રીતે કોઈપણ પ્રકારની દવા કે ઈલાજ નો વિકલ્પ ન હોઈ શકે. વધુ જાણકારી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.