આજના સમયમાં લોકો પોતાની સુખ સગવડ માટે ભૌતિક સાધનો વસાવે છે. જેમકે એસી, કાર, ગીઝર, ઘરઘંટી વગેરે. આવી બધી સુવિધા માં એક ગેસ ગીઝર છે, જે આપણા બાથરૂમમાં લગાવેલું હોય છે અને આપણે દરરોજ તેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ આનો ઉપયોગ કરતા પહેલા સાવધાની રાખવાની જરૂરત છે કારણ કે નાની સરખી બેદરકારી દુર્ઘટનાનું કારણ બની શકે છે.
એક્સપર્ટ જણાવે છે કે ગેસ ગીઝર થી દર વર્ષે કોઈ ને કોઈ દુર્ઘટના અવશ્ય થાય છે. તે છતાં લોકો બેદરકાર રહે છે. થોડા દિવસ પહેલા ગાઝિયાબાદમાં ગેસ ગીઝર ની સાથે લાગેલા સિલિન્ડર ફાટવાની દુર્ઘટના થઈ હતી. આ દુર્ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે આ પરિવારે બાથરૂમની બારીમાં સિલિન્ડર ને લટકાવીને રાખ્યો હતો. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે ગેસ થી ભરેલા સિલિન્ડર ને લટકાવીને રાખવાથી તેમાં ગેસનું દબાણ વધી જાય છે જેનાથી તેની ફાટવાની સંભાવના વધી જાય છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે જો ગીઝર બાથરૂમમાં હોય તો ત્યાં વેન્ટિલેશન ની પ્રોપર વ્યવસ્થા હોવી જોઈએ. સિલિન્ડરને બાથરૂમની અંદર રાખવાની જગ્યાએ તેને બહાર બાલ્કની કે અન્ય ખુલ્લા સ્થાન પર રાખવો સુરક્ષિત રહે છે.
બ્રાન્ડેડ કંપનીના કે આઇએસઆઇ માર્કા વાળા નાના-મોટા ગીઝરનો ઉપયોગ કરવો જોઈએ. જે પણ કંપનીનું ગીઝર લઈએ તેનું ફિટિંગ એ જ કંપનીના એન્જિનીયરથી કરાવવું જોઈએ. કેટલીક વાર લોકો પ્લમ્બર કે લોકલ માણસ પાસે થી ફીટીંગ કરાવી લે છે જે થોડાક ફાયદા માટે ઘણું બધું જોખમ વધી જાય છે.
આવી રીતે જીવલેણ છે ગીઝર: એક્સપર્ટનું કહેવું છે કે ગીઝર ને બાથરૂમ ની બહાર જ લગાવવું જોઈએ. જો બાથરૂમમાં લગાવેલું હોય તો એક્ઝોસ્ટ ફેન જરૂર લગાવવો જોઈએ. જેનાથી અંદરનો ગેસ અને વરાળ બહાર નીકળી જાય. ગેસ ની દુર્ગંધ આવવાથી તૈયારીમાં જ સિલિન્ડર થી ગેસને બંધ કરીને બારી બારણા ખોલી દેવા જોઈએ. નાહતા પહેલા ગીઝર થી ગરમ પાણી ની ડોલ ભરી લેવી જોઈએ, ત્યારબાદ જ નાહવા જવું.
ગેસ ગીઝર વીજળીથી ચાલતા ગીઝર ની સરખામણીએ ખૂબ જ સસ્તું છે. પરંતુ સમય સમય પર સર્વિસ ન કરાવવાથી જીવલેણ બની શકે છે. સમયાંતરે ગેસની પાઇપ ચેક કરતા રહેવું જોઈએ પાઇપ અને સિલિન્ડરમાં કનેક્ટ થયેલું વાઈસર લીક થઈ જાય છે જેનાથી ગેસ બહાર નિકળે છે.
સોલર ગીઝર સારો વિકલ્પ : પાણીને અનેક રીતે ગરમ કરી શકાય છે. ગેસ ચુલો, ઈલેક્ટ્રીક ગીઝર, હીટર, એમર્સન રોડ અને અંગીઠી વગેરેથી પાણી ગરમ કરી શકાય છે. જોકે સોલર ગીઝર સૌથી સારો વિકલ્પ છે. આનો ઉપયોગ કરવાથી ગેસ અને વીજળીનો ખર્ચ કર્યા વગર પાણી ગરમ કરી શકાય છે. શહેરોમાં ફ્લેટ સિસ્ટમ હોય છે અને જગ્યાના અભાવના કારણે સોલર પેનલ લગાવવાની જગ્યા મળતી નથી. તેથી લોકો સોલર ગીઝર નો ઉપયોગ ઓછો કરી શકે છે.
ડોક્ટર નું કહેવું છે : ડોક્ટરોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ શરીરમાં જવાથી વ્યક્તિ પહેલાં બેહોશ થઇ જાય છે. તેના પછી મગજ કોમા જેવી સ્થિતિમાં જતું રહે છે. કાર્બન મોનોક્સાઈડ શરીરના ઓક્સિજન પહોંચાડવા વાળા રેડ બ્લડ સેલ્સ પર હુમલો કરે છે. સામાન્ય રીતે જ્યારે કોઈ શ્વાસ લે છે તો હવામાં હાજર ઓક્સિજન હિમોગ્લોબિન સાથે મળી જાય છે. હિમોગ્લોબીન ની મદદથી ઓક્સિજન ફેફસા થી જઈને શરીરના અન્ય ભાગમાં પહોંચે છે.
કાર્બન મોનોક્સાઈડ સૂંઘવાથી હિમોગ્લોબીન મોલીક્યૂલ બ્લોક થઈ જાય છે. અને શરીરનું ઓક્સિજન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અસરકારક થઈ જાય છે. આમ થવાથી શ્વાસ લેવામાં મુશ્કેલી, માથામાં દુખાવો, ગભરાહટ, ઉબકા આવવા વિચાર શક્તિ પર અસર થવી, હાથ અને આંખનો કોઓર્ડીનેશન ગરબડ થવું, પેટમાં તકલીફ અને ઉલ્ટી થવી, ધબકારા વધવા શરીરનું તાપમાન ઓછું થવું, લો બ્લડ પ્રેશર, કાર્ડિયક અને રેસ્પીરેટરી ફેલીયર જેવી પ્રોબ્લેમ થઈ શકે છે.