હવે મહિલાઓને પણ પુરુષોની સમકક્ષ ગણવામાં આવે છે. આજની મહિલાઓ પણ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. તે પુરુષની સાથે ખભાથી ખભો મેળવીને આગળ વધી રહી છે પરંતુ વાત જ્યારે તેમના સ્વાસ્થ્યની આવે ત્યારે સ્થિતિ બિલકુલ વિપરીત થઈ જાય છે. આપણા દેશમાં મોટા ભાગની મહિલાઓ લોહીની કમીથી થતી બીમારી એનિમિયાથી પીડાય છે.
એવી જ રીતે ઘણીખરી મહિલાઓ કેલ્શિયમની કમીથી સંઘર્ષ કરી રહી છે. એનસીબીઆઈ ના એક રિપોર્ટ પ્રમાણે ભારતમાં 85 ટકા લોકો વિટામિન ડીની કમી થી પીડિત છે રિપોર્ટ પ્રમાણે ખાવામાં કેલ્શિયમની કમી આનું સૌથી મોટું કારણ છે. કેલ્શિયમ એક એવું ખનિજ છે જે હાડકાંની મજબૂતી અને દાંત માટે ખૂબ જ જરૂરી છે.
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આમ તો ભારતમાં દૂધનું સૌથી વધુ ઉત્પાદન થાય છે, તે છતાં ખોરાકમાં કેલ્શિયમની માત્રા ખૂબ જ ઓછી છે. તેની સૌથી ખરાબ અસર હાડકાના સ્વાસ્થ્ય પર પડે છે. એવી ઘણી મહિલાઓ હોય છે જેમને દૂધ પીવાનું પસંદ નથી હોતું. એવામાં તેવો કેલ્શિયમ લેવા માટે ન્યુટ્રિશનિસ્ટ એ જણાવ્યા પ્રમાણે આ વસ્તુઓનું સેવન કરી શકે છે.
ફણસી:- અડધો કપ તૈયાર કરેલી બેકડ ફણસી 40 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ પ્રદાન કરે છે સફેદ ફણસી આયર્નથી ભરપૂર હોય છે. અડધો કપ સફેદ ફણસીમાંથી 81 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. ફણસી માં કેલ્શિયમ અને પ્રોટીનની ભરપૂર માત્રા હોય છે.
બદામ:- અડધા કપ બદામમાં 130 મિલિગ્રામથી વધુ કેલ્શિયમ હોય છ. તમે ઘરે જ બનાવેલું બદામનું દૂધ પણ પીય શકો છો. દરરોજ એક ગ્લાસ બદામ વાળું દૂધ તમારા માટે ખૂબ જ પૌષ્ટિક બની શકે છે. બદામમાં હેલ્ધી ફેટ પ્રોટીન અને ફાઇબર જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.
દલિયા:- દલિયા પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે. એક વાડકી દલિયામાં લગભગ 100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ હોય છે. કેલ્શિયમ વાળો ખોરાક લેવા માટે તમે તમારા ડાયટમાં દલિયાને સામેલ કરી શકો છો. તમે આમાં ખાંડની જગ્યાએ મીઠુ પણ નાખીને ખાઈ શકો છો.
સંતરા:- એક સંતરામાં લગભગ 60 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે. સંતરામાંથી તમને એક જ સમયે વિટામિન સી અને કેલ્શિયમ મળી શકે છે. સંતરા સિવાય તમે સંતરાનો નાનો ગ્લાસ રસ પણ પી શકો છો. જેને કેલ્શિયમ અને વિટામિન ડી નો ભંડાર ગણવામાં આવે છે.
સોયામિલ્ક:- સોયા દૂધ માં નિયમિત એક ગ્લાસ દૂધની તુલનામાં વધારે પ્રોટીન અને કેલ્શિયમ હોય છે. જેટલું ગાયના દૂધમાં કેલ્શિયમ હોય છે તેટલું જ સોયા દૂધ માં હોય છે. જો તમને દૂધ પસંદ ન હોય તો તમે સોયા દૂધ નું સેવન કરી શકો છો.
લીલા પાંદડાવાળા શાકભાજી:- લીલા પાંદડાવાળા શાકભાજી ખાવાથી તમને કેલ્શિયમની કમીથી લડવામાં મદદ મળે છે. તમે દરરોજ કેળ, સરગવો અને પાલક વગેરેનું સેવન કરી શકો છો. લીલા પાંદડાવાળા શાકભાજી માંથી 100 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ પ્રાપ્ત થાય છે.
તલના બીજ:- તલના બીજ અનિદ્રાના લક્ષણોમાં સુધાર કરે છે અને મૂડ ફ્રેશ રાખે છે. આમાં મેગ્નેશિયમની માત્રા વધુ હોય છે જેના કારણે હાઇ બ્લડપ્રેશરને નિયંત્રિત કરવામાં સહાયકારી છે. એક ચમચી તલના બીજમાંથી 88 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
ટોફુ:- ટોફુ સૂકા સોયાબીન માંથી બનેલા હોય છે જેને બાફીને લઇ શકાય છે. આને કોઈ પણ ભોજનમાં સામેલ કરી શકાય છે. આ પ્રોટીન, હેલ્ધી ફેટ અને કેલ્શિયમનો એક સારો વિકલ્પ છે. અડધા કપ ફર્મ ટોફુ માં 861 મિલિગ્રામ કેલ્શિયમ હોય છે.
નોંધ – આ લેખ માત્ર સામાન્ય જાણકારી માટે જ છે. આ કોઈપણ પ્રકારની દવા કે ઈલાજ નો વિકલ્પ ન હોઈ શકે વધુ જાણકારી માટે તમારા ડોક્ટરનો સંપર્ક કરવો.