મિત્રો કહેવાય છે ને કે ‘સ્વસ્થ તન તો સ્વસ્થ મન’ આજના સમયમાં આપણું શરીર તંદુરસ્ત રહે એથી વિશેષ બીજું કંઇ ન હોઈ શકે. મગજ અને હૃદય સહિત શરીરના દરેક અંગો ના સારી રીતે કામ કાજ માટે નસો નું સારી રીતે કામ કરવું જરૂરી છે. કેટલીકવાર ખાવાપીવાની ખરાબ આદતોના કારણે નસોમાં પરત જમા થઈ જાય છે. જેને સામાન્ય ભાષામાં ગંદકી કહેવાય છે. સમયાંતરે આની માત્રા વધવાથી નસો બ્લોક થઈ શકે છે. સ્વાભાવિક છે કે આમ થવાથી શરીરમાં રક્ત પ્રવાહ એટલે કે બ્લડ ફ્લો ધીમો બની શકે છે અથવા ઓછો થઈ જાય છે.
એક્સપર્ટ જણાવે છે કે નસો જામ થવાથી તમને તમારા અંગોમાં દુખાવો કે બ્લડ ફલો બગડવાનો અનુભવ થઈ શકે છે. નસો નું બ્લોક થવાથી તમને હૃદય નો હુમલો, હૃદયરોગ, ધમની રોગ અને મગજ ની નસ ફાટવી એટલે કે સ્ટ્રોક જેવી જીવલેણ સમસ્યાઓનું જોખમ વધી શકે છે.
ખાવા-પીવાની કેટલીક વસ્તુઓ શરીરને કોલેસ્ટ્રોલ નામના મીણયુક્ત પદાર્થનું વધુ ઉત્પાદન કરવાનું કારણ બની શકે છે. કોલેસ્ટ્રોલ ધમનીઓમાં જમા થઈ શકે છે અને તેમને સખત અને બંધ કરી શકે છે. આમ થવું હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ બની શકે છે. દરરોજ ખાવામાં આવતી કેટલીક વસ્તુઓ છે જે નસોમાં ગંદકી જમા કરે છે જેનાથી તમારે કોઈ પણ કિંમતે બચવું જોઈએ
ફાસ્ટ ફૂડ :- આજકાલ પિઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, ફ્રાઈડ ચિકન જેવા ફાસ્ટ ફૂડનું સેવન વધી ગયું છે. તમારે આનું સેવન ઓછામાં ઓછી માત્રામાં કરવું જોઈએ, કે પછી કરવું જ નહીં. આ વસ્તુઓના સેવનથી લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા વધે છે એટલું જ નહીં આ વસ્તુઓ બ્લડ શુગર લેવલને પણ અસર કરે છે.
રિફાઈન્ડ અનાજ :- અનાજ, બ્રેડ, પાસ્તા અને પેસ્ટ્રી જેવી રિફાઇન્ડ અનાજથી બનેલી વસ્તુઓનું સેવન કરવાથી નસોમાં ધીમે ધીમે પરત જમા થાય છે આ વસ્તુઓનું સેવન માત્ર સ્વાસ્થ્ય સમસ્યાઓ જ નહીં પરંતુ સ્થૂળતા અને ડાયાબિટીસ થવાનો પણ ખતરો રહે છે. તમે એની જગ્યાએ તે જ ઉત્પાદનોમાં આખા અનાજ વાળી વસ્તુઓ પસંદ કરી શકો છો.
સેચ્યુરેટેડ ફૈટ :- સેચ્યુરેટેડ ફૈટ ને ધમનીઓને બંધ કરવા માટે ઓળખાય છે. જોકે દરેક સેચ્યુરેટેડ ફૈટ ખરાબ નથી હોતા ઉદાહરણ માટે ડેરી ઉત્પાદનો ની તુલનામાં માંસ થી પ્રાપ્ત ફૈટ થી હ્રદય રોગનું અધિક જોખમ વધારે છે. માખણ ની જગ્યાએ હંમેશા જૈતુન ના તેલ નો ઉપયોગ કરો.
મીઠા ખાદ્ય પદાર્થ :- મીઠા ખાદ્ય પદાર્થ જેવા કે કેન્ડી, ઠંડા પીણા, મીઠા રસ અને બિસ્કીટ જેવી વસ્તુઓ નસોના સ્વાસ્થ્ય માટે સૌથી મોટા દુશ્મન છે. ત્યાં સુધી કે એ નાસ્તામાં ખવાતા સીરીયલ્સ પણ હાનિકારક બની શકે છે. તેની જગ્યાએ તમે કુદરતી રીતે મીઠી હોય તેવી વસ્તુઓનું સેવન કરો.
ઈંડા :- ઈંડા સ્વસ્થ ભોજન છે પરંતુ આને ઓછી માત્રામાં ખાવા જોઈએ. એક્સપર્ટ દરરોજ એક ઈંડુ ખાવાની સલાહ આપે છે. દરરોજ એકથી વધુ ઈંડુ ખાવાથી તમારા હૃદયના સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay